Wednesday 14 December 2016

License

Very important information for license

R.T.O. Driving License 🚖
મિત્રો, ઘણા મિત્રો ને ડ્રાઇવિંગ
લાઇસન્સ કેમ કઢાવવું એની માહીતી નથી
હોતી એટલા માટે તેઓ એજન્ટ રાખતા
હોય છે મિત્રો તમને ખબર છે કે લાઇસન્સ
કઢાવવા નો ખર્ચ માત્ર 300 ૱ છે...

એજન્ટ 1200-1500 રૂ. લઇ લેતા હોય છે.તો જે
મિત્રો ને લાઇસન્સ કઢાવવાનું બાકી
હોય તે બધા મિત્રો નીચે મુજબ આપેલા
સ્ટેપપ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે
લાઇસન્સ કઢાવી શકે છે:

(1)www.sarathi.nic.in વેબ સાઇટ ખોલો.
(2) ત્યાર પછી Issue of a Learning License to
me લિંક ઉપર ક્લિક કરો એટલે ફોર્મ ખુલશે.

(3) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી
સેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો.
સેવ કરેલી પીડીએફ ખોલો પછી નીચે
સબમિટ બટન પર ક્લિક કરો.

(5) નીચે મેસેજ આવી જશે તે APPLICATION NO.
લખી લો.
(6) ત્યાર પછી Print Application Form લિંક
ઉપર ક્લિક કરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢો.

(7) ત્યાર પછી Appointment for Slot booking
લિંક ઉપર ક્લિક કરો પછી..

(8) LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE
APPLICATION

(9) APPLICATION NO. લખી ને જે દિવસે તમે
ફ્રીહો તે દિવસ નો ટાઇમ બૂક કરી ને લેટર
ની પ્રિન્ટ કાઢો.

(10) ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફિક્સ
કર્યો તે દિવસે જે તે ટાઇમે ફોર્મ ની કોપી,
લિવિંગ સર્ટિ, પાસપોર્ટ સાઇજ ના બે
ફોટા, ટાઇમ બૂક કરેલો લેટર, રાશન કાર્ડ
ની ઝેરોક્ષ, આધારકાર્ડ ની ઝેરોક્ષ, જે
પુરાવા તમે લઇ જાવ તે બધા ORIGINAL
સાથે લઇ જવા. RTO ની બાજુ માંથી ફોર્મ
નં-2 લઇ લેજો. 2 ૱ નું આવશે.

(11) જો પાસ થાવ તો તમને લર્નિગ
લાઇસન્સ આપી દેશે.

(12) જો ફેઇલ થાવ તો બીજા દિવસે પાછું
જવાનું ૨૫ ૱ ભરીને પછી ફરી ટ્રાય
દેવાનો.

(13) પાસ થાવ તો ૩૦ દિવસ પછી
http:/drivingtesttrack.in/ વેબ સાઇટ ખોલો
APPOINTMENT FOR SLOT BOOKING ઇમેજ પર
ક્લિક કરો LL NO બરાબર નાખજો GJ01 and GJ 27
પછી એક સ્પેસ હોય છે.

(14) L L NO નાખો પછી BIRTH DATE પછી
બટન પર ક્લિક કરો અને ટાઇમ ફિક્સ કરો
પરીક્ષા નો અને તે દિવસે જવાનું એક કલાક
વેલા જજો નકર વારો બોવ મોડો આવશે.

(15) સાથે ફી ભર્યા ની બધી પહોંચ અને
લર્નિંગ લાઇસન્સ અને R.T.O. ની બાજુ
માંથી ફોર્મ નં-4 લઇ લેજો ૨ ૱ નું આવશે.
(16) જો પાસ થાવ તો
લાઇસન્સ ઘરે આવી
જશે...

રામ...💐

શેર કરી આ માહિતી બીજા સુધી
પહોચાડવામાં મદદ કરજો...

SAMAS

🔵➗મધ્યમપદલોપી :➗🔵

⬛👉જે સમાસનો વિગ્રહ કરતા વચ્ચેના લુપ્ત પદને ઉમેરવું પડે તથા બન્ને પદ વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિ સંબંધ હોય તેને માધ્યમપદલોપી સમાસ કહે છે

🍎ઉદાહરણ :🍎
👑માનવકૃતિ      :       માનવ વડે બનેલી કૃતિ
👑દહીવડા          :       દહીં મિશ્રિત વડા
👑રાતવાસો        :       રાત દરમ્યાન કરેલો વાસ
👑કામધેનું           :       કામના પૂર્ણ કરનારી ગાય
👑ટપાલપેટી       :        ટપાલ નાખવાની પેટી

🍎તત્પુરુષ સમાસ :🍎

🍓👉જે સમાસમાં બંને પદો વિભક્તિ પ્રત્યયોથી અલગ થાય અને પૂર્વ પદ ગૌણ તથા ઉત્તર પદ પ્રધાન હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય
🍓👉આ સમાસ નો વિગ્રહ એ,ને,થી,માં,નો,ની,નું,નાં જેવા પ્રત્યયોથી થાય છે

👑ઉદાહરણ :👑
📮પ્રેમવશ        :        પ્રેમને વશ
📮ભયભીત      :        ભયથી ભીત
📮ઋણમુક્ત     :        ઋણમાંથી મુક્ત
📮વનવાસ       :        વનમાં વાસ
📮દેવાલય        :         દેવોનું આલય
📮વરમાળા      :        વર માટે ni mala

🍎➗કર્મધારય :➗🍎

🔵👉જે સમાસના બે પદ વચ્ચે વિશેષણ-વિશેષ્ય, ઉપમાન-ઉપમેય અથવા ઉપમાન-સાધારણ ધર્મનો સંબંધ હોય અને પૂર્વ પદ વિશેષણ, ઉત્તર પદ વિશેષ્ય હોય તેને કર્મધારય સમાસ કહેવાય છે.

⛔ઉદાહરણ:⛔
🍒મહાભારત  :  મહાન ભારત
🍒દેહલતા  :   દેહરૂપી લતા
🍒મેઘગંભીર  :  મેઘ જેવું ગંભીર
🍒વાયુવેગ    :   વાયુરુપી વેગ
🍒પરમાત્મા  :પરમ આત્મા

⛔➗ઉપપદ સમાસ :➗⛔

🍒👉જે સમાસ નું પૂર્વ પદ નામિક હોય અને ઉત્તર પદ ક્રિયા સૂચવતું હોય તથા બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તેને ઉપપદ સમાસ કહેવાય

⬛ઉદાહરણ:⬛
🔵રણછોડ :         રણને છોડનાર
🔵પ્રેમદા    :         પ્રેમને આપનાર
🔵પ્રાણઘાતક  : પ્રાણનો ઘાત કરનાર
🔵ગિરિધર : ગિરિને ધારણ કરનાર
🔵લેખક    :  લેખન કરનાર

⬛➖બહુવ્રીહિ➖⬛

🔴👉જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય, વિશેષણ-વિશેષ્ય સંબંધ હોય કે ઉપમાન-ઉપમેય સંબંધ હોય અને સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બનતું હોય તેને બહુવ્રીહિ સમાસ કહેવાય છે

🍧ઉદાહરણ:🍧
🍎કૃતાર્થ    : કૃત છે જેનો અર્થ તે
🍎સુખાંત  : જેના અંતે સુખ છે એવું
🍎ગજાનન  : જેનું મુખ ગજ જેવું છે તે
🍎પાનીપંથો  : જેનો પંથ પાણી જેવો છે તે

🔵➖દ્વિગુ સમાસ :➖🔵

🔮👉જે સમાસનું પૂર્વ પદ સંખ્યાવાચક હોય અને બન્ને પદોના વિગ્રહ વખતે સમૂહનો ભાવ દર્શાવે તેને દ્વિગુ સમાસ કહેવાય છે.

📙ઉદાહરણ:📙
🔴👉ત્રિકાળ   : ત્રણ કાલનો સમૂહ
🔴👉પંચતત્વ :  પાંચ તત્વોનો સમૂહ
🔴👉નવરાત્ર  : નવ રાત્રીનો સમૂહ
🔴👉નવરંગ  : નવ રંગનો સમૂહ
🔴👉ચોતરફ  :  ચારે તરફ

⬛➗અવ્યયીભાવ સમાસ➗⬛

🔮👉જે સમાંસમાં પૂર્વ પદ અવ્યય હોય અને ઉત્તર પદ નામ હોય તેની અસર સમગ્ર સમાસના પદ પર થતી હોય તેને અવ્યયીભાવ સમાસ કહે છે.

🅾ઉદાહરણ:🅾
🍎યથાશક્તિ : શક્તિ પ્રમાણે
🔴સવિનય    :      વિનય સાથે
🔴આજીવન  :      જીવન સુધી
🔴અધોમુખ  :   મુખ નીચું રાખીને
🔴દરવખત    :   દરેક વખત